જોને, કેવી છે આ ૨૦૨૦ ની નવરાત્રી ની કમાલ...

કંકુ ને બદલે, છે સેનિટાઈઝર,
ને, ચણિયાચોળી ને બદલે છે પી પી ઈ,
જોને, કેવી છે આ ૨૦૨૦ ની નવરાત્રી ની કમાલ!

દોઢિયા ને બદલે, છે સોશિયલ ડિસ્ટન્ટીંગ,
ને, ઢોલની રમઝટ ને બદલે, શેરીઓ છે શાંત!
જોને, કેવી છે આ ૨૦૨૦ ની નવરાત્રી ની કમાલ!

સનેડાને બદલે, છે વર્ચ્યુઅલ દાંડીયા રાસ,
ને, આર્કી ના મેદાનને બદલે, છે ઝુમ ને લાઇવ સ્ટીરીમીરિંગ ની ધમાલ,
જોને, કેવી છે આ ૨૦૨૦ ની નવરાત્રી ની કમાલ!

શેરીને બદલે, પુરાણાં છે લોકો ઘરમાં આજ,
ને, ખેલૈયા પી પી ઈ માં, આજે રમે રાસ,
જોને, કેવી છે આ ૨૦૨૦ ની નવરાત્રી ની કમાલ!!!

💕ચાહત💕


# નવરાત્રી
# કાવ્ય મહોત્સવ

Gujarati Thought by Neha : 111593917

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now