શાકભાજી દૂધ અને અનાજ
કઠોળ બધાના ભાવ વધે છે!
પરંતુ
પેટ્રોલ- ડીઝલ ની કિંમત પેલા રાજાની
રાજકુમારી ની માફક
દિવસે ના વધે એટલી રાત્રે વધે છે!
અને રાત્રે ના વધે એટલી દિવસે વધે છે!
શું કરવું? કેમ કરવું? કેમ ને કહેવું?
ક્યારે કહેવું? શું કહેવું?
બધા સવાલો ને સવારે ટિફિન માં ભરી
ખભે નાખી પેલા "વિક્રમયાદિત્ય
ની વેતાળ "વાર્તાની માફક
ઓફિસે જાવ છું!
અને રાત્રે ફરી ખાલી ટિફિન સાથે
ઘરે પહોંચી જાવ છું!

Gujarati Poem by Anil Bhatt : 111593815

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now