બહું મોટો અર્થ થાય આ માનસિક શબ્દનો ખરુ ને...?
જેટલા આ ધરા પર લોક તેટલા પ્રકારની માનસિકતા ખરુને??
તમને કદાચ ખબરજ હશે કે જનરલી બધાજ લગભગ કોઈને કોઈ પ્રવાહમા વહેતા હોય છે, જાતે નથી ચાલતા...નવાઈ લાગી???
સાયકોલોજીકલ વિષય છે.....
કોઈ પ્રેમના પ્રવાહ માં, કોઈ નફરત ના, કોઈ ઈર્ષામાં, કોઈ લાલચ મા કોઈ લોભમાં ,કોઈ મોહમાં કોઈ માયા માં, કોઈને સંપત્તિને લાલચ, કોઈને હુસ્ન ની, કોઈને નામના ની,
અને આ બધું મેળવવા તે ભાન ભુલીજાય છે, ખુદને પણ ભુલાવી દે છે,
એકજ એવી વસ્તુ છે જે લોકોને ભાનમાં લાવે છે, તે છે ઠોકર હા દોસ્તો...
કહ્યું છે ને ઘાયલની ગત ઘાયલ જાણે જાણે ના દુંજું કોઈ..ક્યાંથી જાણે...?? ભાનમાં હોય તો જાણે..જેણે ચોટ કાધી હોય તેને ખબર કે તકલીફ કેવી પડે,
આજે લોકોની માનસિક્તા કેવી છે...??
આ માટે કયારેય આપણે આપણા પર વિચાર કર્યો છે...કે આપણી કેવી છે..??
સરેઆમ કોઈ ગાંડપણ કરતું હોય તો લોકો શું વિચારતા હોય આવા લોકો વિશે...???
આપણે કયારેય આપણા વીશે નથી વીચારતા..કે અમુક આપણી ટેવ આદત કે રહેણી કરણી પર લોકો શું વીચારતા હશે???
કયારેય,કોઈ વીશે કેવું પડે આતો માનસિક રીતે બીમાર છે...કયારે કેવું પડે???
સામાજિક સભ્યતાના અમુક માનનીય કે માનવીય લક્ષણો છે, અને અમુક અમાનવીય ,
દયા,કરુણા,પ્રેમ,સમભાવ,ક્ષમા, મમતા, અને અમાનવીય ક્રોધ, કાળ, ઈર્ષ્યા, લાલચ,લોભ,મોહ,અભીમાન,
બાકી ખરુ,કહું તો માનવ માત્ર દયાને પાત્ર હોય છે..
કારણકે તે અમાનવીય વર્તન કરે તો દુખ અને તકલીફ ભોગવે છે કે નોતરસે...
અને દુખી કે પીડિત માણસ પશું કે પક્ષી ..ક્રોધ નહી દયા ને પાત્ર થઈ જાય છે...

#માનસિક

Gujarati Thought by Hemant Pandya : 111589526

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now