*દિકરી સુરજ છે તો પુત્રવધૂ ચંદ્રમા, આખરે અજવાળું તો બંન્ને આપે છે*

*એક ભલે તમારાં ખોળે ખેલી હોય, પરંતુ બીજી પોતાની માં નો ખોળો મૂકી ને આવી છે*

*ઘર ની બહાર દિકરી ના થાપા જોઈને રડવું આવે છે ને, તો વહું નાં પહેલાં દિવસ નાં પગલાં પણ એટલાં જ મહત્વ નાં હોવાં જોઈએ મિત્રો*

*માનું છું કે દિકરી વ્હાલનો દરિયો છે તો પુત્રવધુ પણ લક્ષ્મી નો અવતાર છે જ ને મિત્રો*

*મુશ્કેલ પરિસ્થિતિમાં દિકરી ને આવતાં વાર લાગશે પણ, પુત્રવધુ તમારી પડખે જ ઊભી હશે*

*જો પુત્રવધુ માં તમને દિકરી નો હસતો ચહેરો દેખાય તો સમજજો તમારી પાસે બે કિંમતી રત્નો છે એને સાચવજો કારણકે એ બધાં ના નસીબ માં નથી હોતાં*

-Krishna

Gujarati Blog by Krishna : 111588012

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now