વાણિયો વેપાર કરે એ વાત ખોટી ઠરી
પોતડી પહેરીને જ્યારે એ મહાત્મા બની ગયો.
લઇ લાકડી ફરી વળ્યો ગુલામીના મેદાનમાં
દુનિયાને સત્ય અહિંસાનો મારગ ચીંધી ગયો
ચક્કર ચલાવ્યું ચરખાનું સ્વદેશીનો બ્રાન્ડ એમ્બેસેડર
ખાદી થકી ગાદી સુધી જવાનો ગાંધી તું રસ્તો બની ગયો
નોટ પર આવ્યો, પુસ્તકમાં છપાયો, રોડનું નામ થઈ
લાખોના સૂટ પહેરતા નેતા માટે તું બહું સસ્તો થઈ ગ્યો.
#મહાત્મા

Gujarati Thought by jigar bundela : 111583035

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now