સામા પ્રવાહે તરવું.....મારે;
આજ તો જંગે ચડવું મારે;

આંધી આવે, તુફાન આવે
પાછળ તો નથી હટવું મારે;

સામે ભલે હોય કાંટાળી રાહ,
આજ આગળ વધવું મારે;

જીવન ના વટ વૃક્ષ પરથી,
કાચે કાચા નથી ખરવું મારે;

જીવવું હોય તો શાન જીવું,
જીવતેજીવત નથી મરવું મારે;

ભવ સાગર ના તુફાન માં,
સામા પ્રવાહે જ તરવું મારે

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111580927

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now