આ વસ્તુનો સતત અનુભવ‌ થતો રહે છે

કે એવા ભુંડા પ્રારબ્ધ સાથે જન્મ્યા છીએ
કે હકદાર પુરા છીએ પણ છતાંય મળતું નથી

ઘડીક રોઈ લઈ છીએ ને નવો રસ્તો શોધી લઇ છીએ
કે હવે તો આ ચોકકસ ‌થશે જ.....

પણ હતા ત્યા ને ત્યા આવી જઈએ છીએ....


ખબર છે કે જીવનમાં છેલ્લે સુધી સંઘર્ષ લખ્યો છે
પણ પછી પણ ‌યોગ્ય ન પામીએ તો ‌હદય મગજ બધું જ ફાટી જાય છે


ને લોકોનો પ્રતિભાવ છે....યાર ખરેખર તુ મહેનત કરે છે
તને ભગવાન કેમ સામું જોતા નથી.....

ને પછી એ જ કહે છે એક દિવસ જોશે....

પણ તે જોશે ત્યારે જીવનનો છેલ્લો શ્વાસ હશે તો...
એ ભગવાને જોયું પણ ન જોયું ગણાશે....

Gujarati Quotes by Ravi Lakhtariya : 111580537

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now