તમારું મૌન જ તમારા શબ્દોની 
વણઝાર થઇ જાય છે.
પ્રણયમાં નજરથી નજર મિલાવી
ઘણી ગુફ્તગૂ થઈ જાય છે.

તમારી આંખોના પ્રત્યેક ઈશરાને
ભૂમિતિનો સહારો નથી છતાં,
નજરથી નજર ચાર થઇ જાય છે.

ઇતિહાસની ઘટનાએ શીખવ્યું છે,
બેહદ ના ડુબો પ્રેમમાં છતાં,
દિલને સમજાવવું ઘણું મુશ્કેલ થઈ જાય છે.

પારકા કે પોતાના છો તે નથી જાણતો
પ્રણયના ગણિતમાં સરવાળો નથી છતાં
મારો ભાગાકાર થઈ જાય છે.

#તમારું

Gujarati Poem by Ashvin Sutariya : 111576875

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now