#પીળો

હવે મારા દિવસ કે રાતમા રંગો નથી સ્હેજે, ઘણા સોનેરી સુર્યોદય ઉભય ની આંખમાં ઘોર્યા,
અને વખતોવખત લીલા કિરણોની વાર્તા માંઙી.

નહોતી ખબર કે ગુલાબી સવારો પર પવનથીયે
પાતળુ પઙ છે સમય નો કાટ લાગી જાય તો
ખરી જશે બધુ પોપળા થઇને.

બધી બપોર કંઇ પીળી નહોતી આપણી વરચે,
અમુક ગુલમહોર જેવી લાલ લાગે ને,
અમુક તો સાવ રાતીચોળ અઙકો ને દઝાઙી દે.
અમુક તારા નયન જેવી ભુખરી પણ રીસાયેલી.

સુવાળી કેસરી સાંજો હુ તારા હાથમા ચોળ્યા કર્યો,
કાંઇ મને એમ જ હતુ કે ત્યા વસી જશે એક આખુ ગામ મહેંદીનુ પણ પછી જાણ્યુ કે સાલો રંગ કાચો છે.
અધુરી જાબલી રાતો ઉપર મેં ચંદ્રનો કેનવાસ ટાંગેલો,
ને તે "હાઉક" જેવો એક શબ્દ દોર્યો.

એ રાતે વોલપેઇન્ટીંગ ઉપરથી જે પેલો મોર શરમાઇને
ઊઙી ગયેલો તે હજી પાછો નથી ફર્યો,
તને જો સપનામાં કયાંક મળે તો એને એટલુ કહેજેકે
હવે મારા દિવસ કે રાતમાં રંગો નથી સ્હેજે.
- મિલિન્દ ગઢવી

#પીળો

Gujarati Poem by Rashmi Rathod : 111576152

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now