ઝાકળને આંજી જોતી,ના પાથરો કોઈ નજરો,
દિલને દિમાગ વચ્ચે, ના આચરો કોઈ સફરો.

શબ્દો જ છે હદય માં,શબનમ સરીખા મોતી,
કોમળતા માં'ય જાદૂ, છે વારસો કોઈ જબરો.

છે કસબ કલમનો,શબ્દો ઢાળ્યા ઉર્મિઓ થી,
ચિંતન રૂહાની મનમાં ,દિલદારી કોઈ વારસો.

વાતો છે ફક્ત કે'વી , વાણી તણા વિલાસે,
આચાર માં છે શૂન્યો, ઘૂંટે છે કોઈ છોકરો.

હારીને જીતવાની , બાજી હકીકી દિલ ને,
આનંદ હારવા નો , છે ખેલ કે કોઈ કારસો.

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111575808

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now