શીર્ષક:અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી


"અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી,

જૂજવે રૂપે અનંત ભાસે;

શિયાળે શરદી તું,ઉનાળે અપચો તું,

ચોમાસામાં મલેરિયા થઈ શરીરમાં વસે.



અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી...


ડેન્ગ્યુ તું,કોલેરા તું,ઉલટી તું,ઉકરાટા!

કોરોના થઈ વધી રહ્યો ભારતે;

ઉછીના પૈસા લીધા તને મટાડવાને,

રોગીમાંથી ઉધારી થયો એ જ આશે.


અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી...


ડોકટર એમ વદે, રિપોર્ટ બધા શાખ દે:

હોય-ન હોય વિશે ભેદ ન્હોયે;

સરકારી ખાનગીના ખર્ચા હોય જૂજવાં,

અંતે તો આપણને જ કોરોના હોયે.


અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી...


ચીને ગરબડ કરી,વાત નવ કરી ખરી,

દુનિયા આખી આજે એને ભાંડે;

મન-વચન-કર્મથી ના ચીન માની લહે:

અસત્ય છે એ જ એમ ચીનને સુઝે.


અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી...


દવાખાનામાં ખર્ચ તું,ખર્ચમાં દવાખાનું તું,

જોઉં પટંતરો એ જ પાસે;

ભણે પ્રથમ એ આવક તણી શોધના,

ધૈર્ય ધરું,રસી પ્રગટ થાશે.


અખિલ બ્રહ્માંડમાં એક તું માંદગી..."

Gujarati Funny by પ્રથમ પરમાર : 111575592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now