ચાલ એ દોસ્ત એક બેઠક કરી લઈએ
નથી મળ્યા થયા તેને ઘણા વર્ષો
હું તને અને તું મને કેટલો યાદ છે
એક ગણિત ગણી લઈએ
ચાલ એ દોસ્ત એક બેઠક કરી લઈએ
શરત એજ રાખવાની મોઢા ભલે બદલાઈ ગયા હોય
પણ હૈયામાં હજી પણ એ દોસ્ત નું જ સ્પંદન ધબકતું હોય..
ચાલ એ દોસ્ત એક બેઠક કરી લઈએ
નથી તારો અને મારો કોઈ લોહીનો સંબંધ
પણ હા આ તો સંબંધ છે સ્નેહ નો
ચારે એ દોસ્ત એક બેઠક કરી લઈએ.... Bindu 🌺

Gujarati Blog by Bindu _Maiyad : 111574068

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now