એની તીરછી નજરનો શિકાર છું,
બહારે ચમનમાં કરતો વિહાર છું.

નજીક જઈ સ્પર્શુ એને, ઓ ખુદા!,
આ ઝાંઝવા નીર હું ક્યાં પીનાર છું.

આ એકલ જીવન જીવવું કેમ?, ઓ ખુદા!
હું તો મારા જીવનસાથીનો શોધનાર છું.

કોક જીવનસાથી મળે તો ઠીક,
બાકી, હું ક્યાં કઈ સાથે લઈ જનાર છું.


#શિકાર

Gujarati Poem by Ashvin Sutariya : 111573261

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now