માનવીની અદ્રશ્ય અભિવ્યક્તિને 
શબ્દચિત્રથી દ્રશ્ય કરાવનાર, હું કવિ છું.

લાગણીનું નખશિખ રેખાચિત્ર પરિપૂર્ણ કરી
સો સમક્ષ મૂકી પીરસનાર, હું કવિ છું.

મનના ભાવોને કાગળ પર વિવિધ રંગોમાં ઢાળી
શબ્દની પીંછીથી રંગનાર, હું કવિ છું.

મનુષ્યજાતિને એકમેક સાથે સાંકળી રાખતો
શબ્દનો એકમેવ સેતુ બાંધનાર, હું કવિ છું.

#દ્રશ્ય

Gujarati Poem by Ashvin Sutariya : 111572372

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now