થાય આંખ બંધ અને મારું અવતરણ થાય,
ક્યારેક લીલાછમ બગીચા, ક્યાંક રણ થાય.

એક સુતેલા માણસને એ બનાવી દે છે સિંહ,
ક્યારેક એ કુદકા મારતું શીંગવાળું હરણ થાય.

આવે છે અંધારી રાતે એકલું એકલતા લઈ,
ક્યારેક લઈ આવે સંગીત અને ગણગણ થાય.

સનમ બને રાજકુમારી હું બનું છું રોજ નવાબ,
આવે સોર દુનિયાનો, એ અવાજ ગ્રહણ થાય.

દિવસ પૂરો જાય છે આ દુનિયાદારીના દંભમાં,
આવે છે કોણ સજીધજી, એનું સ્મરણ થાય.

પામી જવું છું ક્યારેક હું એમને બંધ આંખોએ,
ક્યારેક મારી આંખોની સામે એનું મરણ થાય.

થાય છે ક્યારેક ગર્ભપાત, ક્યારેક થાય મૃત્યુ,
મનોજ આંખો ખુલે ને સપનાનું અપહરણ થાય.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by SaHeB : 111572286

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now