કોઈ રુષ્ટ થઈ રડાવી ગયું;
કોઈ #દુષ્ટ કહી રડાવી ગયું;

"વિનોદ" કરતો રહ્યો સદા બધાની સાથે,
કોઈ મજાક બનાવી રડાવી ગયું;

પારકા પોતાનાનો ભેદ ના કર્યો છતાં,
કોઈ પોતાના કરી રડાવી ગયું;

રાહમાં સાથ આપ્યો બનીને હમસફર,
કોઈ મંઝિલે પહોચાડી રડાવી ગયું;

બેવફાઈ માં રડતા જોયા છે ઘણાને,
કોઈ પ્રેમ કરી મને રડાવી ગયું;

મર્યા પછી તો રડાવી જાય છે બધા,
કોઈ જીવન આપી રડાવી ગયું;

#દુષ્ટ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111570896

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now