--: વ્યથા :--

હૈયાનો ભાર દર્દોથી ધુંટાવા લાગ્યો,
જાણે કંટક બની કોઈ કાંટો ઘોંચાવા લાગ્યો.!

વિશ્વાસનો પરપોટો અચાનક ફૂટતો જાણ્યો,
જાણે અક્ષથી પડછાયો મારો ખોવાતો લાગ્યો.!

સફરમાં એક સંગાથનો રંગ લાગ્યો,
પછી, હાથમાંથી હમસફરનો હાથ છૂટતો લાગ્યો.!

બહુરૂપી દુનિયામાં શ્વાસ હવે રૂંધાવા લાગ્યો,
જાણે એકરૂપમાં ઉચ્છવાસ મારો સમાતો લાગ્યો.!

છતાં ભીતરનો ભરોસો હવે ખૂટતો લાગ્યો,
જાણે ખુદા મારો મુજથી રૂઠતો લાગ્યો.!

દર્શના રાધે રાધે

#એકરૂપ

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111569366

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now