પ્રિય મિત્રો અને સ્નેહીજનો,

લગભગ છેલ્લાં 7 મહીના થી આપણે જીવન માં અચાનક આવેલાં અકલ્પ્ય ને અભૂતપૂર્વ આર્થિક, સામાજિક અને માનસિક પડકારોના યુગમાં જીવીએ છીએ.

મોટા ભાગ નાં વેપાર કે કામધંધા બંધ છે. મહદઅંશે આવક પણ બંધ છે, વેચાણ અને વ્યવહાર નહિવત્ છે.

પણ યાદ રાખો કે આ સંજોગો આપણા કારણે નથી આવ્યા.માટે પોતાને કે પરિવાર ને દોષ ન આપો કે જરા પણ હાર ન માનો,

પોતાને અપમાનીત કે કમનસીબ ના સમજો. હમણાં કોઈ જ રસ્તો દેખાશે નહીં પણ માર્ગ છોડશો નહીં. ઓછામાં ઓછા ખર્ચ કરો. ફાલતું ખર્ચા મા કાપ મૂકો.

તમારી માનસિક અને આર્થિક મુશ્કેલીઓ સાથે એકલા ન રહો. સારા અને સકારાત્મક મિત્રો સાથે રોજ વાત કરો, હકારાત્મક અંગત સબંધીઓ સાથે ખુલ્લાં મને વાત કરો.

મન માં કોઈ પણ પ્રકારનો ખરાબ વિચાર ન આવવા દો. કારણ કે આ પરિસ્થિતિ તમે ઉત્પન્ન નથી કરી.

આ પરિસ્થિતિમાંથી દુનિયા નાં ૭૮૦ કરોડ લોકો માંથી કોઈ જ બચી શક્યું નથી. આ વાત ખાસ યાદ રાખજો.

મુશ્કેલી નાં આ પર્વતને કાપીને એક નવો રસ્તો બનાવવા માટે ધીમે ધીમે તમારી જાતને તૈયાર કરો. બધુજ સારું થવાનું છે એની હું તમને ખાતરી આપું છું.

તમારી ભાષા કે વિચારસરણીને જરા પણ બગાડો નહીં.

જે પણ થાય, આવનારા સરસ સમય માટે જીવો. ખૂબ જ ધીરજ રાખો. ઓછી વસ્તુ માં આનંદ થી જીવવાની ટેવ પાડો.

આ સમય આપણી કડક પરીક્ષા લેવા માટે આવ્યો છે. જેમાં આપણે આપણાં સંસ્કારો અને ઉછેર ની મજબૂતાઇ બતાવી ને ટકી જવાનું છે.

વિશ્વાસ રાખો કે એકવાર જો આપણે શૂન્યથી પ્રારંભ કરીને અહીં સુધી આવ્યા હતા, તો પછી આપણે ફરી થી પણ એક વખત શૂન્યથી પ્રારંભ થઈશું.

ફક્ત સમજો કે આપડે લુડો (સાપ-સીડી) રમી રહ્યા હતા. સાપ 99 માં કરડ્યો છે પરંતુ આપડે રમતથી બહાર નથી. કોને ખબર ક્યારે સીડી મળી જાય? હજુ થોડા દિવસ ઝટકા લાગશે, ઉદાસી રહેશે પણ હસતાં રહેજો,

આપણે ફરીથી સંઘર્ષ કરી ખૂબ આગળ જઈશું..એ નક્કી જ છે. બસ આ કપરો સમય જવાદો.

તમારા અને તમારા પરિવાર નાં સ્વાસ્થ્યની ખૂબ સંભાળ રાખો તમારા પરિવારને રોગથી સુરક્ષિત રાખો, આ જ આપણી 2020 ના વર્ષની કમાણી છે.

*હમેશા હસતા અને હકારાત્મક રહો.*

Gujarati Motivational by અમી વ્યાસ : 111569163

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now