# મંદિર
લઈ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,
જાણીલો પ્રસાદ સિવાય ત્યાં કંઈ જ મળતું નથી,
અમસ્તી થાય છે ભીડ તારા નામથી કતારમાં.
થાય કસોટી તારી એ પગથીયું કદી ચડવું નથી,
હશે મન સાફ તો અંતરમાં બિરાજે છે તું,
આપોઆપ દીધું છે.. ને દેશે જ,
ભલામણ જેવું કંઈ જ કરવું નથી.
હજી માણસ જ સમજયો છે ક્યાં માણસની ભાષા? તારામાં લીન થાઉ, એથી વિશેષ માણસ બનવું નથી...

Gujarati Poem by PSheta : 111566849

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now