#ગુપ્ત
છે રહસ્ય ગુપ્ત બાલ જાતિ નું
માત ગર્ભ માં,
છે રહસ્ય ગુપ્ત નવી રચના નું
વિનાશ માં,
છે રહસ્ય ગુપ્ત કંઇક મીઠાશ નું
ધીરજ ના ધરણાં માં,
છે રહસ્ય ગુપ્ત સોના ની સુંદરતાનું આ તપન માં,
છે રહસ્ય ગુપ્ત વરદાન નું તારી આ પરિક્ષા માં,
છે રહસ્ય ગુપ્ત હાજરી નો ગેરહજરી માં,
છે રહસ્ય ગુપ્ત કંઇક કુદરત ની દરેક રચના માં.
વાંચી શકે તો વાંચી લેજે ,
જાણી શકે તો જાણી લેજે,
છે ઉકેલ તારા જ સવાલો માં
મેળવી શકે તો મેળવી લેજે,
છે રહસ્ય આનંદ નું તારા
જ મન માં,
. શોધી શકે તો શોધી લેજે.
Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111565140

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now