#લક્ષણ

નાનપણ થી જ ભત્રીજી મેશ્વામાં ભણવાના લક્ષણો ન હતા. ભણવામાં એનું ધ્યાન ચોટતું જ ન હતું. આથી કાકી નતાશાએ સલાહ પણ આપેલી કે દસમાં ધોરણ પછી મેશ્વાએ બ્યુટી પાર્લર નો કોર્સ કરી લેવો જોઈએ પણ મેશ્વાના મમ્મીને તો કોમ્પ્યુટરનો કોર્સ જ કરાવવાની જીદ પકડેલી. કોમ્પ્યુટરનો કોર્સ પણ સહેલો નથી હોતો. એ માટે પણ ભણવું તો પડે જ. પણ ગમે તેમ પણ એ કાકીની સલાહ હતી આથી મેશ્વા અને એની મમ્મીને ગળે ઉતરતી નહી. માંડ માંડ દસમું પાસ કરીને મેશ્વા બારમામાં ચાર ટ્રાયલ પછી પણ પાસ ના થઈ. ત્યારે ન છૂટકે એણે બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો. અત્યારે ઘરે બેઠાં મેશ્વા સારુ કમાઈ રહી છે. કાકી નતાશાને તો એ જ વાતથી સંતોષ છે.

Gujarati Microfiction by Vihad Raval : 111564580

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now