ઈશ્વર રચિત આ સમગ્ર સૃષ્ટિમાં
લક્ષણોની લાક્ષણિકતા થી સૌની
ઓળખ આસાનીથી વર્તાય છે
સાગર ની ઓળખ તેન મોજા છે
પક્ષી ની ઓળખ તેની પાંખો છે
પશુ ની ઓળખ તેની ચોપગી ચાલ છે.

વૈચારિક શક્તિ ના વરદાનથી
માટી માટી એ માનવીઓના
લક્ષણોમાં ફેર વર્તાય છે
લક્ષણો ની લાક્ષણીકતા પ્રમાણે
કોઈ કંચન કે કોઈ કથીર
બનીને જીવન જીવી જાય છે.

માટી ના લક્ષણો માનવ અપનાવે તો
જીવન બાગબાન બની જાય છે
માટી ઈટો સાથે મળીને માનવ માટે
સુંદર મજાનું રહેઠાણ બનાવે છે
માનવ અસંતોષ સાથે ભળીને
રહેઠાણ વચ્ચે દીવાલ બનાવે છે.

માટી ખાતર સાથે મળીને
લીલાછમ ખેતરો લહેરાવે છે
ફળફુલથી લચિત ઉપવન બનાવે છે
જીવમાત્રને ક્ષુબ્ધા ને સંતોષે છે
માનવીઓ લાલચ સાથે ભળી
લીલોતરીનો સંહારક બની જાય છે
ફેક્ટરીઓના ખડકલા ખડકાય છે
જેથી હવા અને પાણી બંને દુષિત થાય છે.

માટી માટી એ માનવીઓના
લક્ષણો નો ફેર વર્તાય છે.





#લક્ષણ

Gujarati Poem by Urvashi Trivedi : 111564346

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now