#ઝઘડો

કૂળ, મૂળ શું ઝઘડાનું છે ધૂળ !!!
તું તા થી આગળ ચાલીને
ટપ્પ ટાપલી,
માર ધાડ
થી
માર કાટ લગ
પ્હોંચી જાતી
વાત
વચાળે
સાચું ખોટું,
નર્યું નઠારું, નરસું
સઘળું
કરમ કરામતહીણું
નરદમ નસ્તર જેવું
ખૂંચે
ખૂંચે
ખૂંચે ...
ખચ્ચ ખચાક દેતું
કાઢી લેતું
આંતર
અઢળક અવાવરું
સહુ ભેદ
હતાં
કૈ સહ્ય, અસહ્ય અનર્ગળ
ગળતા
રુપ રંગના વાઘા
રેખે
વિવિધા મ્હોર્યા
મીઠા સંબંધોના નમણા વારી
નાલી ના
ગંધાતા
નર્યા
ગોબર કીચડ
રક્ત સાથ રેલાતા
રસ્તા
ક્યાંય લઈ ના જાય
કશા યે
અર્પણ કે તર્પણ લગ,
તું તા થી આગળ ચાલીને કેટ કેટલા ઢગ લગ.

--મનોજ શુક્લ.
(૧૭-૮-૨૦૨૦)

Gujarati Poem by મનોજ : 111560323

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now