વહેમ માં જ જીવવા દો મને ,
હકીકત જાણ્યા પછી જીવાશે નહીં ,
મન ભરી ને હસી લવ છું અત્યારે,
પછી તો છાનુંછુપુ રડાશે પણ નહીં.
દિલ ખોલ્યું તો ડરી ગયા એ ,
થોડાક તો દૂર ખસી ગયા એ ,
પણ જવા દો હવે એ વાત ને ,
રોકી લીધી છે હવે ખુદ ની જાત ને ,
છે વહેમ તો વહેમ જ રહેવા દો ,
થોડોક તો થોડોક સમય મોજ થી જીવવા દો.

Gujarati Whatsapp-Status by Piyusha : 111559337

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now