ભમરો : આશાનું બિંદુ

આ શ્વસોની રમતમાંતો દાવ થાય છે કેવા,
સ્વપનોની પળોમાં હોમાય છે તાજી યાદો અનેક

કરવી હતી વાત કોઈકને ત્યાં તો ઓ સાથી,
પડછાયારૂપી ચિત્રણ જોખમાય છે અનેક

ક્યાંક પીડા તો ક્યાંક ખુશીના અશ્રુ સપર્શે,
ભ્રમ તૂટતા સત્યના ખ્યાલો આવે અનેક

એક પછી એક સુગંધીત દ્રવ્ય હરખાવે મુજને,
કરતા પરિશ્રમમાં ઉતાર ચઢાવ તો આવે અનેક

એ ઝળહળતા નીરને જોવાના સંસ્મરણોની તાજગીમાં,
કમળની અંદર રુંધાતા ભાન ભૂલાવે અનેક

જો થાય અદ્રશ્ય ક્રૂપાથી કોઈ સોનેરી પ્રભાત,
અેવી આશારૂપી કિરણ મુજને જગાવે અનેક

જો હોય કોઈ સાંભળનાર આ અભાગી સૂરને તો,
શ્વાસોની છૂટી રમતના દાવેદાર જીવન પામે અનેક

Gujarati Poem by Khyati : 111554571

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now