કંઇક તો વિશિષ્ટ છે સંબંધોમાં,
તોડનાર લોહીનો સંબંધ તરછોડે ,
નિભાવનાર લાગણીનો સંબંધ જોડે ,

કંઇક તો વિશિષ્ટ છે લાગણીમાં ,
આમ જ કોઈ નથી ભીંજાતું તેમાં ,

કંઇક તો વિશિષ્ટ છે પ્રેમમાં ,
એમ જ નથી લેવાતું બંનેનું સાથે નામ ( રાધે કૃષ્ણ ),

કંઇક તો વિશિષ્ટ છે વિશ્વાસમાં ,
તૂટ્યો એ કોઈનો તોડતો નથી.
તોડનારો ક્યારેય અચકાતો નથી.

વિશિષ્ટ રચના છે, પ્રેમાળ પ્રભુની ,
સંસાર એક માયાજાળ છે.

જાણનારને કોઈ મોહ નથી .
ફસાયેલા તો અજાણ છે.

✍️ Vyas Dhara ✍️

#વિશિષ્ટ

Gujarati Poem by Vyas Dhara : 111550583

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now