Prem_222:

*"આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે ... !!!"*

*ધ્યાનથી આકાર આપીને*
*રોટલીઓ ગોળ બનાવે છે ,,,*
*પણ પોતાના શરીર ને*
*આકાર આપવાનું ભૂલી જાય છે ,,,*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી પાગલ હોય છે ... !*

*પૂરો સમય આપીને ઘરનો*
*દરેક ખૂણો ચમકાવે છે ,,,*
*બસ, વિખરાયેલી લટો ને*
*સુલજવાનો સમય નથી આપી શકતી ,,,*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી પાગલ હોય છે ... !*

*કોઈ બીમાર પડે તો*
*આખું ઘર માથે લઇ લે ,,,*
*પોતાનું દર્દ વણજોયું કરી*
*બધી તકલીફો ટાળી દે છે ,,,*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી પાગલ હોય છે ... !*

*લોહી પાણી એક કરી*
*બધાના સપનાઓ સજાવે છે ,,,*
*પોતાની અધૂરી ઈચ્છાઓને*
*દિલમાં જ દફન કરી દે છે ,,,*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી પાગલ હોય છે ... !*

*બધાની બલાઓ લે છે*
*બધાની નઝર ઉતારે છે ,,,*
*જરા કાઈ ઊંચ નીચ થાય તો*
*બધાની નઝરો થી પડી જાય છે ,,,*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી પાગલ હોય છે ... !*

*એક બંધન મા બંધાય ને*
*કેટલાય સંબંધ સાથે લઇ ને ચાલે છે ,,,*
*હોય કાઈ પણ મુશ્કિલ*
*પ્રેમથી બધાને રાખે છે ,,,*
*આ ગૃહિણીઓ પણ*
*થોડી પાગલ હોય છે ... !*

*પિયર થી સાસરા સુધીની*
*બધીજ જવાબદારી ઉપાડે છે ,,,*
*કાલની લાડો રાણી*
*આજની સ્ત્રી બની જાય છે . . . !!*

સાચે જ મિત્રો::::🙏

આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે ... !!!"*

*_વિશ્વ ની દરેક ( દીકરી ) સ્ત્રી માટે છે_*

*_સમર્પિત દરેક સ્ત્રી ને_* 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏
#બહુવિધ

Gujarati Blog by Prem_222 : 111546008

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now