આજ નાં આઝાદી ના દિવસે આપણે આઝાદી અપાવનાર દુનિયા નાં મુઠ્ઠી ઉંચેરા માનવી ની ઉંચાઈ માપી લઈએ.

ગાંધી - સિકંદર
___________
દુનિયા નો બેતાજ બાદશાહ પરાયું ધન શસ્ત્રો થી લૂંટતો રહયો,
આ નાગો ફકીર ખુદ નો હક પણ પ્રેમ થી જીતતો ગયો.

એના ભય થકી ખીલેલાં ફૂલો પણ મુરઝાઇ ગયા,
આના સ્પર્શ માત્ર થી બુઝાયા દીપક પણ રોશન થયા.

એ દુનિયા જીતવા નીકળ્યો અને જીંદગી હારી ગયો,
આ મોત થી હારી ને જીંદગી ઓ જીતતો ગયો.

પૃથ્વી હંમેશ ફરતી રહે, સૂર્ય કદી ફરતો નથી,
માનવ ભલે મરે છે પણ સંદેશ એનો મરતો નથી.

એ પશ્ચિમથી આવ્યો હતો અને પૂર્વ માં ઢળી ગયો,
સૂર્ય ને ચૂમવા જતા સૂરજ થી બળી ગયો.

આ પૂર્વ માં ઉગ્યો હતો અને પૂર્વ માં જ આથમી ગયો,
લહેર બની ને આવ્યો હતો,મહાસાગર નો મહા માનવ બની ગયો.

Gujarati Poem by Jayvant Bagadia : 111542610

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now