તારા શબ્દનો સૂર બની જાઉં હું.
તારું ધબકતું ઉર બની જાઉં હું.

જોને આભેથી રીમઝીમ વરસતો,
અનરાધારે ભરપૂર બની જાઉં હું.

વેલી તો વૃક્ષને વીંટળાઈને સંતોષે,
ગામના પાદરે ઘેઘૂર બની જાઉં હું.

તારા સિવાય ના ધડકે દિલ મારું,
જાત પ્રત્યે કેવો ક્રૂર બની જાઉં હું.

ના સમજું લેખ વિધાતાના અટલ,
તારે કાજે ઈશમંજૂર બની જાઉં હું.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111542591

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now