ફિયરલેસ અને ફેસલેસ ની વાત માનનિય વડાપ્રધાને કરી છે.
--નિડર નિર્ણય ના કર્તા નો હું ચાહક છુ.
--પણ અહી જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ ના ગુંચવણ ઉભી થશે,
-- સરકારશ્રી ને ધ્યાન માં ના હોય તે શકય નથી છત્તા રજુ કરૂ છું.
-- અમદાવાદના વહેપારી ની ઈન્કમટેકસ સ્કુટીની ફાઈલ ઓરીસ્સા માં ઓફીસર ના હાથ માં આવી, અને અમદાવાદ નો વેપારી જે ડોક્યુમેન્ટ જમા કરાવશે તે ગુજરાતીમાં હશે તો કેવી રીતે તેનું એસેસમેન્ટ કરશે ? તેનો ખ્યાલ નથી!
-- પ્રશ્ન તો ઘણા ઉભા થશે, હું અહી ફકત ભાષા ને લગતો પ્રશ્ર્ન રજુ કરૂ છુ.
-- મતલબ ફરજીયાત અંગ્રેજી માં જ ડોક્યુમેન્ટ બનાવાના?
-- માતૃભાષા નો છેદ ઉડાડવાનો?
-- નાના કેટલાય વહેપારી હાથથી એકાઉન્ટ લખે છે, અથવા ગુજરાતી સોફ્ટવેર નો ઉપયોગ કરે છે.
-- દરેક રાજ્ય ની ભાષા અલગ છે તો શું રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી કરવાની?
-- સાઉથ ભારત માં હિન્દી ભાષા સ્વીકાર્ય નથી.
-- સરકાર ને ધ્યાન માં લેવા જેવી બાબત છે.

Gujarati Questions by Jignesh Shah : 111541564

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now