રક્તની જેમ એ ભળી જાશે
રંગ તારો મને ચડી જાશે,

આભ ધરતીની માંગ ભરશે ને
કેસરી સાંજ આ બની જાશે!

ત્યાગની હું મિસાલ છું એવી
કે સમય પણ હવે નમી જાશે,

ઘાવમાં હું ખીલી, કલમ સંગે
શત્રુ એ જોઈ સમસમી જાશે,

આંખ પરબીડિયું જો ખોલે તો
તાગ દિલનો તને મળી જાશે,

જીંદગી નો મિજાજ છે એવો
આપ થોભો તો એ સરી જાશે,

સૂર્ય કોઈ નવો પ્રલય પાછળ,
ઊગશે ને કાં આથમી જાશે!

આપતો હો ખુદા તો આપી દે
સુખની "ચાહત"પછી મરી જાશે.

Gujarati Shayri by Chahat : 111541334
રાજેન્દ્રકુમાર એન. વાઘેલા 4 years ago

ખૂબ જ સુંદર રચના કરી છે.

Chahat 4 years ago

ખૂબ ધન્યવાદ સર

મોહનભાઈ આનંદ 4 years ago

બહું સુંદર અભિવ્યક્તિ..... અદ્ભુત રચના

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now