#હોઠ

શાયરો અને કવિઓનાં પ્રિય શબ્દ હોઠ વિશે શું કહેવું , શું ન કહેવું !


હોઠ તો છે દરેક ' પ્રેમ 'ની અભિવ્યક્તિનું અનોખું સબળ માધ્યમ !


જન્મતાં જ માતાને સ્પર્શે એ હોઠ, 'મા'ની મમતા છલકે છલોછલ....અંતર થઈ રહે તૃપ્ત!


પિતાનાં હોઠ સ્પર્શે મસ્તકે,
વરસે પિતૃત્વની લાગણીઓ બેસુમાર.....ધન્ય થઈ રહે મસ્તક!


સહોદરનાં હોઠ સ્પર્શે અને વરસી રહે સ્નેહસાગર અને મસ્તી અનરાધાર !


પ્રિયનાં હોઠની વાત શી ! જન્નતની સફરનો કરાવે એ અહેસાસ...મળે જીવનનો અર્થ !


ખુદનાં બાળનાં સ્પર્શયા હોઠ , ઓગળી ગઈ ફરિયાદો બધી અને ભૂલી ગયાં દુનિયા સમસ્ત !

🙏🏻🙏🏻🙏🏻

Gujarati Blog by Urvi Hariyani : 111540955

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now