#કર્મ

સફળતા અસફળતા થી
પર થતો ગયો છું,
ગમા અણગમા બાજુ પર
મુકતો ગયો છું,
બસ નિરંતર હું કર્મ કરતો ગયો છું.

કોઈ સાથે આવે ના આવે
એકલો ચાલતો ગયો છું,
બોલે કોઈ ખરાબ બોલ,
પરવા કરી નથી કોઈ ની,
બસ નિરંતર હું કર્મ કરતો ગયો છું.

ફળ મળશે સારૂ કે ખરાબ,
વિચાર્યુ નથી ક્યારેય,
બસ હું નિરંતર કર્મ કરતો ગયો છું.

-Hiten Kotecha

Gujarati Shayri by Hiten Kotecha : 111535679

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now