વિચારું છું કાલે એક રજા લઉં....
થોડીક આળસ ની પણ મજા લઉં....
પણ શરુઆત ક્યાંથી કરુ?
છે થોડીક જવાબદારીઓ એને ક્યાં મૂકુ?

આંખ ખોલુ ને મને પણ "ચા" હાથ માં મળે....
શું મને પણ મારા સપના માં થી અચાનક જાગવાની મજા મળે?
ટેબલ પર બેસું ને ગરમ નાસ્તો મળે...
શું મને પણ મીઠું જરા ઓછું છે કેહવાનો મોકો મળે?
લંચ ના બનાવાનો બ્રેક મળે....
શું મને પણ ખરેખર લંચ બ્રેક માણવાનો સમય મળે?
કામ કરતી હઉં ને મને પણ કોઈ પૂછવા આવે...
ગરમાગરમ "ચા" પીશ? ના જવાબ આપવાની તક મળે?
સાંજ નું જમવાનું કોઈ મને પૂછી ને બનાવે....
શું મને પણ મનગમતું જમવાનો અવસર મળે?
આવી એક રજા મળે....
તો શું કોઈ મને માણવી ગમે?

સાલુ રોજ વિચારું આજે રજા લઉં...
ને કાલે લઈશ ....ને ફરી કામે લાગી જઉ.
એક નારી શક્તિ નો વિચાર..

Gujarati Thought by અમી વ્યાસ : 111533659

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now