મારા અંગનું ઓઢણ છે તું
આવીને તું ઓઢાડી જા.
મારી આંખનું કાજળ છે તું
આવીને લગાડી જા.
મારા સુખનું વાદળ છે તું
આવીને પલાળી જા.
મારી ખુશીનો ખજાનો છે તું
આવીને હસાવી જા.
મારા શ્યામની બંસીનો સૂર છે તું
આવીને વગાડી જા.
મારા મૌનની પરિભાષા છે તું
આવીને સમજાવી જા.
મારા ડગુમગુ પાવનો સંગાથ છે તું
આવીને સંભાળી જા.
મારી ડૂબતી નૈયાનો નાવિક છે તું
આવીને ઉગારી જા.
મારા એકલવાયા જીવનનો અહેસાસ છે તું
આવીને જતાવી જા.
મારા ઝખ્મોનો મલમ છે તું
આવીને મટાડી જા.
મારા બેજાન ખોળિયાનો પ્રાણ છે તું
આવીને જીવાડી જા.

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111532469

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now