દોષારોપણ - દુનિયાનું સૌથી સહેલું કાર્ય. બીજા પર દોષારોપણ કરવા જેટલું સહેલું કાર્ય બીજુ કોઈ જ નથી. આપણાં ઘર અને સમાજમાં તો આ કામ ચાલે જ છે, પણ દુનિયાના દેશો પણ આમાં પાછળ નથી. એક દેશ પોતાના દેશની ભુલોનું દોષારોપણ બીજા દેશ પર કરવામાં ક્યારેય મોડું કરતાં નથી. એ જ રીતે એક નેતા કે એક પાર્ટી પોતાની ભુલો કે પછી બીજા પક્ષની ભુલો પર દોષારોપણ કરતાં સ્હેજ પણ અચકાતા નથી.
સૌથી ખરાબ સ્થિતી જો હોય તો આપણાં સમાજમાં સ્ત્રીઓની. ઘરની કોઈ પણ નુકસાની માટે દોષારોપણ ઘરની વહુ પર કરવામાં આવે છે. તારે લીધે જ અમારા ઘરની આ દશા થઈ, તુ અપશુકનિયાળ છે, તારા પગલાં સારા નથી, વગેરે વગેરે. જેને આપણાં શાસ્ત્રોમાં લક્ષ્મીનું રુપ કહેવામાં આવ્યું છે એ અપશુકનિયાળ કેવી રીતે હોઈ શકે? કોઈ એનાં પર દોષારોપણ કરી જ કેવી રીતે શકે?
કેટલીયે જગ્યાઓ પર દીકરીને જન્મતાંવેત મારી નાખવાની પ્રથા હતી. હજુ પણ સીધી રીતે નહીં પણ abortion નાં નામ પર દીકરીઓની હત્યા થાય જ છે. શું આનો દોષારોપણ માતા પિતા પર ન કરી શકાય?
ઘણી વખત કાવતરું કરીને કોઈ એક સીધા સાદા માણસ પર દોષારોપણ કરીને એને ફસાવવામાં આવે છે. શું સીધા અને ઈમાનદાર હોવું ગુનો છે?
દોષારોપણ કરીને કોઈની જીંદગી બરબાદ કરી દેવા કરતાં સારુ છે કે જે સાચું અને સારુ છે તેને જ અપનાવીએ.
#દોષારોપણ

Gujarati Thought by Tr. Mrs. Snehal Jani : 111530091

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now