પૂછપરછ કરવામાં આપણો સમાજ ઘણો જ આગળ છે. પડોશી હોય કે સગાં સંબંધી, પૂછપરછ કરવામાં ક્યાંય પીછેહઠ થતી નથી. તકલીફ તો ત્યારે પડે છે જ્યારે આ પૂછપરછથી મળેલ માહિતીનો ખોટો ઉપયોગ કરી બે લોકો વચ્ચેનો સંબંધ તોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
પૂછપરછ તો રેલવે સ્ટેશન પર પણ થાય છે અને બસ સ્ટેશન પર પણ થાય છે. જો આપણને ખબર જ ન હોય કે કઈ પૂછપરછ ક્યાં કરવાની છે તો વિશ્વાસ રાખજો ખોટી માહિતી જ મળવાની છે.
કેટલાક લોકો પોતાના જીવનસાથી પાછળ પણ જાસૂસ લગાવે છે. આ રીતે બીજા પાસે પોતાનાં વ્યક્તિની પૂછપરછ કરાવવી એનાં કરતાં એકબીજા વચ્ચે એટલો વિશ્વાસ ઊભો ન કરી શકાય? સંબંધ એવો કેળવો કે મતભેદ થાય પણ મનભેદ ન થાય જેથી કરીને કોઈ પણ પ્રશ્ન જાતે જ એકબીજાને પૂછીને જવાબ મેળવી લઈએ, પૂછપરછ માટે ભાડેથી માણસો ન રોકવા પડે.
પૂછપરછ જો કોઈ જ્ઞાની માણસ આગળ કરવામાં આવે તો કદાચ કંઈક નવું જાણવા મળે, નવું શીખવા મળે. યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ કરેલી પૂછપરછ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આપણે ભવિષ્યમાં એક ઈજનેર બનવું છે, અને એને માટે જોઈતી માહિતીની પૂછપરછ કોઈ અનુભવી ડોક્ટર પાસે જઈને કરીએ તો શું એ યોગ્ય સલાહ આપી શકશે? કેટલાંક લોકો તો મેં એવા પણ જોયા છે જે પોતાના જ બાળકને કયા માધ્યમમાં ભણાવવું તે માટેની પૂછપરછ બીજા લોકોને કરે છે. પોતાનું બાળક છે તો શા માટે એનાં ભવિષ્યનો નિર્ણય બીજાના કહેવા પર લેવો?
પૂછપરછ કરવી એ સંપુર્ણ રીતે ખોટી વાત નથી, પણ કઈ પૂછપરછ ક્યાં કરવી એનો ખ્યાલ રાખવો જોઈએ.
#પૂછપરછ

Gujarati Blog by Tr. Mrs. Snehal Jani : 111529181

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now