જેમ ક્ષિતિજ લલચાય છે
પૃથ્વી અને આકાશ ને
એક્ કરવા...

જેમ ચકોર હમેશા તલસે છે
તેના ચાંદ નો સ્પર્શ
કરવા....

જેમ કસ્તુરીમૃગ લલચાય ને શોધે
છે તેની જ સોડમ ને
અહીં તહી...

જેમ મીન તરશે છે સ્વાતિ
નક્ષત્ર નાં વર્ષા ની
બુંદ માટે

જેમ મુરલી હમેશાં સજ્જ
રહે છે કૃષ્ણ નાં
હોંઠ નાં સ્પર્શ માટે...

જેમ આ મસ્તક હમેશા
નમવા તત્પર રહે છે
કોઈ બુધ્ધપુરુષનાં
ચરણારવિંદ ને...

તેમ હે!!ગોવિંદ તારી આ પાગલ
સખી નાં લોચન લલચાય
છે બસ તારી એક
દિવ્ય જલક માટે..

#લલચાવવું

Gujarati Poem by Purvi : 111528326

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now