મૂડી રોકાણ, સાહસ અને બુદ્ધિ વિના ચાલતો બિઝનેસ :
મુગલ શાસન, મરાઠા શાસન, અંગ્રેજોનું શાસન, રાજપુતાનાનું શાસન , કે પછી રોમન સામ્રાજ્ય હોય...બધા કાંડાના બળે સ્થપાયેલ હતાં, વર્ષો સુધી યુદ્ધો કરી કરીને જાળવી રાખવામાં આવ્યા હતા. એમાં બુદ્ધિ, સમજ અને ચતુરાઈની પણ જરૂર પડે. શૌર્યની પણ ખૂબ જરૂર પડે. સામેવાળા કરતાં તમારે બળવાન હોવું ચડિયાતા હોવું ખૂબ જરૂરી છે.
સામ્રાજયો અને રાષ્ટ્રો ટકાવવાની વાત કરી ને આપણે જોયું કે બુદ્ધિ તેમજ તાકાત પણ જોઈએ.
હવે આપણે બિઝનેસની વાત કરીએ. ટાટા, બિરલા, અજીજ પ્રેમજી, બજાજ અને રિલાયન્સનું બિઝનેસ એમ્પાયર જમાવતા વર્ષો વીતી ગયા. અથાગ પરિશ્રમ, ખંત, લગન, અને સુપર ડુપર બીઝનેસ કરવાની આવડત, સરસ સ્વભાવ...આમ કંઈક ગુણો દ્વારા આવા મેગાકોર્પોરેશન અસ્તિત્વમાં આવતા હોય છે. તદુપરાંત જોખમ લઈ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. એમના નિર્માણથી લઈ સતત મહેનત ચાલુ હોય છે. આવડત ન હોય તો બધું કકડભૂસ. પેઢી પાયમાલ થઈ જાય. કિંગફિશર, માલ્યાનો દાખલો છે. અરે દોસ્તો સામાન્ય નોકરી ટકાવી રાખવા પણ દિવસ રાત મહેનત કરવી પડે છે. આમાં પણ કુદરતના ઘા લાગે, માર પડે, કઈક એવું બને તો વર્ષોનો જમાવેલ ધંધો બંધ થઈ જાય. કોઈ નબળો રાજા આવી જાય તો સામ્રાજયનો ઝડપી અંત આવે છે. એમ ઉઠલપાનીઓ છોકરો આવી જાય તો બીઝનેસ પાયમાલ કરી નાખે. તો સામ્રાજ્ય, રાષ્ટ્ર, બિઝનેસ અને નોકરી ટકાવવા બુદ્ધિધન, આર્થિક ધન અને બાહુબલની જરૂર પડે છે. એ સિવાય લાબું ટકે નહિ. કોઈ વધુ પાવરફુલ આવી જાય તો રજવાડું, બિઝનેસ પચાવી પાડે.
દોસ્તો, પણ હું તમને એવા સામ્રાજ્ય બતાવું જેમાં આ કોઈ વસ્તુની જરૂર ન પડે, તો માનશો??
યસ, એકવાર આ ખાસ પ્રકારનું સામ્રાજ્ય કે પેઢી/સંસ્થા સ્થપાઈ જાય એટલે પેઢીઓના પેઢીઓ, મતલબ તમારા વંશજોના વશંજો સાવ મફત કોઈપણ જાતનું હાર્ડ વર્ક કર્યા સિવાય આઈફોન વાપરતા હશે, મોંઘીદાટ ગાડીઓમાં ફરતા હશે, લક્ઝુરિયસ સ્ટાઇલમાં રહેતા હશે. એટલું જ નહીં લાખો લોકો એમના ચરણોમાં આળોટવા આતુર હશે. ના એમને યુદ્ધો લડવા પડશે, ના એમને લોહી રેડવા પડશે, ના મોતનો ડર! ના એમને બિઝનેશ ઠપ્પ થઈ જવાનો ડર સતાવશે, ઉપરથી એમનો ધંધો દિવસે દિવસે વધતો જશે. હા, દોસ્તો તમારી ઇન્તેજારી ખતમ કરું છું. બસ, 4 સેકન્ડ વધુ ટાઈમ લઈશ. આ પરાક્રમ કે પ્રકારમાં કોઈ બુદ્ધિ, કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કે વિરતાની કે બાહુબલની જરૂર નથી. એક જ વાતની જરૂર છે. તે એ કે સામેવાળાની અંધશ્રદ્ધા.
બસ, એક પંથ કે સંપ્રદાય બનાવી લો, તમારા વંશજો મુર્ખ પાકસે તો પણ લીલા લહેર કરતા હશે.

Gujarati Motivational by પ્રદીપકુમાર રાઓલ : 111527107

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now