બારી બારણા ઉઘાડા હતા છતાં,
અંધારું રહ્યું મારા મકાનમાં,

મકાન મે બનાવ્યું હતું દિલથી,
ખુલ્લા મેદાનમાં ખુલ્લા આકાશ નીચે,
બિલ્ડિંગો ચણાઈ ગયા ફરતે સહવાસમાં,
અદ્રશ્ય થઈ ગયા મેદાન અને આકાશ,
અંધારામાં રહી ગયું મારું મકાન,

વાવાઝોડાની એક જ ઝાપટે,
વિખેરાઈ ગયા નળિયા મકાનના,
પ્રકાશ કિરણોના લિસોટા ઓ,
છીદ્રોમાંથી મકાનમાં આવ્યા,
પ્રકાશિત થયું મારું મકાન,

વરસાદના આગમનની એક જ ઝલકે,
નીતરી ગયા નળિયા મકાનના,
છીદ્રો દ્વારા ધોધ પડ્યો મારા મકાનમાં,
બારી બારણા બંધ હતા છતાં,
સૈલાબ ઉમટયો મારા મકાનમાં.

Gujarati Poem by Urvashi Trivedi : 111526809

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now