તું મારી આટલી વાત યાદ રાખજે
તારા મિત્રો માંથી મારું નામ બાદ રાખજે

કશુ હતું..... ભલે યાદ હોય તને,
કશું નથી..... એ પણ યાદ રાખજે

તું જેને પેહલો વરસાદ સમજતી હતી
હકીકતમાં એ માવઠું હતું યાદ રાખજે

નાની અમથી વાતમાં તે જે ઓળંગેલ
એ ઉંમરો નઇ, મર્યાદા હતી યાદ રાખજે

ભૂલી જા 'રજનેશ' તું બધાની ભૂલો
પણ બધા ભૂલતા નથી તે યાદ રાખજે.

Gujarati Poem by Rajnesh Rathod : 111526554

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now