" વિરહ એટલે કોઈ મને પૂછો..
   નથી કશુંજ મારી પાસે
  છે અઢળક યાદો એની અને
વિરહ વસમો વર્ષોથી એકાંત તણો"

છે વિરહ શબ્દ નાનકડો, પણ અર્થ એનો અતિવિશાળ છે
આવી જાય જીવનમાં એકાદ ક્ષણ તો જીવન ક્ષણભંગુર થઈ જાય છે

"માણસનું મૃત્યુ થાય તો બધા રડવા દુઃખ વ્યક્ત કરવા આવી જાય...
પણ જો એજ જીવતો થઈ જાય તો ફરી એને પછાડવા લોકો આવી જાય છે "

બસ દુઃખ એજ વાતનું છે કે લોકોને પાસે હોય વ્યક્તિ ત્યારે કદર નથી હોતી અને એ જ્યારે એના આત્મસન્માન માટે દૂર થાય છે એટલે સામેથી આવે છે.. અને જો એવામાં પાછું માફ કરીને ફરી પ્રેમપૂર્વક વર્તવામાં આવે તો પાછો એ માણસ રબડ જેવો થઈ જાય છે એટલે બધો પ્રયત્ન એનો વ્યર્થ જાય છે.

ખુશ રહેવું જ હોય તો જે સાથે છે એની કદર ને ચિંતા કરો બાકી જે સાથે હોવા છતાં પણ તમારી જીવનમાં કોઈ વેલ્યુ ન કરે એનાથી ભલે વિરહ તમારા એકલા પક્ષે સહન કરવો પડે પણ દૂર થઈ જવું યોગ્ય છે..


* " નથી સુધરતું કોઈ.. જન્મજાત લક્ષણ બેફામ છે
    જો હોય એકાદ લક્ષણ સારું તોય મન લુભાય છે "

અર્થાત ઘણીવાર આપણને સમજાય છે કે આ વ્યક્તિને લાખ અવગુણ છે તોય એના તરફ મન ખેંચાય છે એનો મતલબ પ્રેમમાં પડવા એક લક્ષણ જ કાફી છે..

પણ પછી ધીરે ધીરે એના અવગુણો દેખાય છે અને એને સમજાવી ને સુધારો કરવા પ્રયત્ન કરાય છે પણ દરેક ના બસમાં નથી હોતું એ..
કોઈ એક વાર કહેવાય તો સમજી જાય છે અને કોઈને લાખ કોશીશ છતાં નથી સુધરતું ..

એટલે એવા વ્યક્તિ પાછળ વિરહ કરવી સંતાપ કરવો નકામું છે એનાથી બને એટલી જલ્દી સમજાવટથી કામ લઈને દૂર થયી જવું..

આમ,ખોટી વ્યક્તિ અને એના પાછળના ખોટા વિરહમાં ફસાઈને જીવન બરબાદ કરવા કરતાં અન્યત્ર સારી જગ્યાએ ગોઠવાઈને યાતો પછી એકલા જ મસ્તી માં રહેવું જોઈએ

જિંદગી ખુબજ કિંમતી અને સુંદર છે જીવનની દરેક ક્ષણો ને માણવી જોઈએ..

મુશ્કેલ છે પણ નામુમકીન નહીં
#મુશ્કેલ

Gujarati Motivational by Bhavna Jadav : 111525117
Bhavna Jadav 4 years ago

આભાર આપ સૌનો

Baloch Anvarkhan 4 years ago

આપે અહિં ,,,,,,,વિરહ,,,,,ની,,,,,,, વેદના,,,,,,,નહિ સાચિ,,,,,પારાકાસ્ટા,,,,, હોનહાર,,,ધગ,ધગતા ,, શબ્દો માં. વણૅવી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now