મને ગમે છે ....

શું કહું શું ગમે મને ??
પહાડો ની વચ્ચે થી નીકળતા એ સૂર્ય ના કિરણો મને ગમે.
આકાશ માં ઉડતા પંખી ગમે..
એમનો કલરવ સાંભળવો ગમે..
લીલી હરિયાળી જોવી ગમે ...
વરસાદી મોસમ મા મોર ને નાચતો જોવો ગમે ..
નદી ઓ ઝરણાઓ ના મીઠા અવાજ ગમે...
તેમાં રહેલી માછલીઓ ગમે..
અંધારેલા વરસાદ વાળુ આકાશ ગમે..
અને એ વાદળ માંથી પડેલા વરસાદ ના ટીપાંઓ દ્વારા ભીંજવું ગમે ..
વાદળો માંથી ચાંદ જ્યારે ડોકિયું કરે એ જોવું ગમે..
જ્યારે અમાસ મા ચાંદ ના દેખાય ત્યારે તેને શોધવો પણ ગમે..
દરિયા કિનારે બેસવું ગમે..
સૂરજ ને આથમતો જોવો ગમે..
હવા સાથે વાતો કરવી ગમે ..
આમ જ ઘણું બધું ગમે મને..
આમ હું ગણાવું ને તમે ગણ્યા કરો એ પણ ગમે..

-Ek Vichar ♥️

Gujarati Poem by Nisha Solanki : 111524750

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now