મુશ્કેલ બની રહી છે જીવવી જિંદગી,
પેન્સિલ જેવી બની ગઈ છે જિંદગી,
અણી કાઢી કાઢીને છોલાઈ રહી છે જિંદગી,

બટકો નહીં ત્યાં સુધી અટકો નહીં,
અપનાવ્યો જીવન મંત્ર જ્યારથી જિંદગીએ,
છોલાઈ છોલાઈ ઠુઠુ બની ગઈ છે જિંદગી,

જિંદગી ના પાના એટલા લખ્યા એટલા લખ્યા,
કોઈ ફકરો ખોટો લખાયો હોય તો,
રબરની બદલે જાતને ઘસે છે જિંદગી
#મુશ્કેલ

Gujarati Poem by Urvashi Trivedi : 111524622

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now