it's ok to be not ok..

ખુશ રહો.. કેટલું સહેલું છે ને કોઈને સલાહ આપવું કે ખુશ રહેવાનું. પણ શું એ શક્ય હોય છે કાયમ ખુશ રહેવું? ના નથી જ હોતું અને એમાં કંઈ ખોટું નથી કે આપણે કોઈ ઘટના ઉપર કે કોઈ કારણથી દુઃખી થઈએ. ખુશ થવું કે દુઃખી થવું એ માણસના મનની દશા છે. આપણામાં દરેક જાતના ભાવ હોય અને એ હોવા જરૂરી પણ છે. જો એકપણ ભાવ અાઘો પાછો થાય તો માણસનું સંતુલન બગડે. એટલે જ તો કાયમ ખુશ રહે એવા માણસને પાગલ ગણવામાં આવે છે. તો કોઈ પણ દુઃખી માણસને સલાહ આપતા પહેલા એક વાર એના દુઃખનું કારણ જાણીને એને મદદ કરવા પ્રયત્ન કરવો જોઈએ. બીજી ખાસ મદદ ના કરી શકીએ તો કંઈ નઈ પણ ઓછામાં ઓછું એને સાંભળવો તો જોઈએ જ. પણ એની જગ્યાએ ઘણી વાત એવું બને કે આપણે એને જજ કરવા લાગીએ અને શિખામણોનો ખડકલો કરી દઈએ એની સામે. એ બધું સાંભળીને એ માણસ ખુશ થવું તો દૂર રહ્યું ને વધારેને વધારે દુઃખી થતો જાય. તો ચાલો કોઈના દુઃખમાં સહભાગી થઇએ અને સુખમાં ખુશ થઇએ, અને સાચો માનવ ધર્મ નિભાવીએ.

©શેફાલી શાહ
#ખુશ

Gujarati Blog by Shefali : 111524302
Bindu _Maiyad 4 years ago

વાહ, ખૂબ સરસ 👌👍

Shefali 4 years ago

આભાર સારિકા

Shefali 4 years ago

આભાર એસીપી

Shefali 4 years ago

આભાર અલ્પા

Shefali 4 years ago

હા શીલુ , આભાર

Shefali 4 years ago

આભાર કૌશિક

Shefali 4 years ago

આભાર જીગ્નેશ ભાઈ

Bhavesh 4 years ago

વાહ એકદમ સાચી સચોટ વાત👍

Krishna 4 years ago

Wahhhhh Di sachi vaat khi

SHILPA PARMAR...SHILU 4 years ago

સાચી વાત છે દી.....માનવતા જ સૌથી પહેલો ધર્મ.......👌👌

Jignesh Shah 4 years ago

અદભૂત સરસ

Shefali 4 years ago

આભાર પ્રમોદ ભાઈ

Pramod Solanki 4 years ago

વાહ ખૂબ સરસ 👌👌👌

Kamlesh 4 years ago

હમમ.. હશે.. સમય સમયની વાત છે...

Shefali 4 years ago

આભાર પારુલ

Shefali 4 years ago

હા કેટલી દુઃખદ વાત છે ને! આવા સમયમાં પણ સ્વાર્થ જ જોવાનો નર્યો..

Shefali 4 years ago

આભાર આરતી

Shefali 4 years ago

એવા માણસને કોઈ ખાસ મદદની જરૂર હોય છે, કોઈ સાયક્રાઇટિસ્ટ ની અને એણે કે એના પરિવારે એવી કોઈ મદદ લેતા અચકાવવું ના જોઈએ, એમાં કોઈ ખોટું નથી આવી મદદ લેવું. પણ બધા જાણે એના નામ થી જ ભડકે છે. @ દિનેશ

Kamlesh 4 years ago

એકદમ સાચું..... આ જ સમય છે ખરી કસોટીનો જોઇયે હવે આમાં કેટલા ઉત્તિર્ણ થાય છે... બાકી તો સરકાર તરફથી મળતું અનાજ પણ બારોબાર ચવાઇ જાય છે... આજે... કોણ જાણે કેટલી ઓછી માનસિકતા થઇ ગઇ છે લોકોની...

Dp, pratik 4 years ago

કોઈના દુઃખમાં સહભાગી થઇ શકાય પણ દુઃખ તો દૂર નથી કરી શકાતું,કારણ કોઈ જાનવર ને તેના સ્વભાવથી બદલી શકાય પણ માણસને બદલવો અઘરો છે જ્યાં સુધી એજ સહમત ના થાય ત્યાં સુધી.😊

Shefali 4 years ago

આભાર yakshu

Shefali 4 years ago

આભાર jigi

Shefali 4 years ago

આભાર ક્રિના

Shefali 4 years ago

સાચુ.. કોઈને કરેલી મદદ ક્યાંય નથી જતી, પાછી ફરીને આપણી જોડે જ આવે છે એ સાદી સમજ કેળવવી જોઈએ બસ. પણ બધાને ભોગ વિલાસ જ દેખાય છે. તમે તમારા શોખ પૂરા કરો ના નહીં પણ થોડી તો કોઈને મદદ કરો. એની જગ્યાએ અત્યારે કોરોના ના લીધે જે પરિસ્થિતિ થઈ છે એ સાંભળીને તો ખરેખર દુઃખ થાય કે બધા પોતાના ત્યાં કામ કરતા માણસોને આવા મુશ્કેલ સમયમાં સાવ જ કેવી રીતે નીકાળી શકે. પોતાની થોડી જરૂરિયાત ઓછી કરીને એ માણસોને સાચવવા બનતા પ્રયત્ન કરવા જ જોઈએ પણ જ્યાને ત્યાંથી એવું જ સંભળાય કે આની નોકરી ગઈ ને તેની ગઈ..

Yakshita Patel 4 years ago

Vahhh..khub khub saras dii...

Kamlesh 4 years ago

હા.. એજ તો... બધું જ નાશવંત તથા પરિવર્તનશીલ છે એ જાણવા છતાં આજે માણસ માણસને મદદ કરતાં ખચકાય છે... અરે ભાઇ જમીન પર રે ને... કાલ સુધી ઢસરડા ચાલતા હતા.. આજે ઇશ્વરે બે ટકા આપ્યા છે તો જુનું ના ભૂલી જતાં દીન-દુખીની આંતરડી ઠારને... તો આ ઉડે છે એમાં વેગ મળશે. નહિતર એક દિવસ ઊંધા માથે પછડાટ તો પાક્કી જ છે....

Shefali 4 years ago

આભાર જેડી..

Kamlesh 4 years ago

હા એકદમ સાચું...

jd 4 years ago

100 & 10 % true

Shefali 4 years ago

ખૂબ જ સરસ સમજૂતી, કેટલી સાચી વાત છે ને આ.. પણ આપણે એને વિસરી ને પોતાના કોઈ અલગ જ મદમાં રહીએ છીએ..

Shefali 4 years ago

જોરદાર કમલેશ જી, ઘણા વખતે વાંચવા મળી આ, મજા આવી ગઈ, આમાંથી થોડું ઘણું પણ જીવનમાં ઉતારીએ તો પણ ઘણું થઈ પડે..

Shefali 4 years ago

આભાર અબ્બાસ ભાઈ

Kamlesh 4 years ago

કવિ કાગની બીજી કડી ખૂબ માર્મિક છે... કે માનવીની પાસે કદીયે માનવીથી આવતો... એતો એના દિવસો(એટલે કે સારા દિવસો) જોઇને આવે છે... તો જો ઇશ્વરે તમને ૧ આપ્યું છે તો કોઇ જરુરીયાતમંદને એમાંથી ૧/૪ જેટલી મદદ નિ:સ્વાર્થ ભાવે કરવી જોઇયે...

Kamlesh 4 years ago

વાહ!!! સનાતન સત્ય...સંપૂર્ણત: સહમત... "એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે. આવકારો મીઠો આપજે રે. એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે... માનવીની પાસે કોઈ માનવી ન આવે રે. એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે. આવકારો મીઠો આપજે રે... જી.. “કેમ તમે આવ્યા છો ?” એમ નવ કહેજે રે. એજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે. આવકારો મીઠો આપજે રે... જી.. ‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે, એજી એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે. આવકારો મીઠો આપજે રે... જી..

Abbas khan 4 years ago

વાહ બહુજ સરસ .વાહ...✍👍👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now