Prem_222:

બાળપણની નાદાનિયતથી જુવાનીના પ્રેમ સુધી,
સંઘરેલું તો ઘણું છે મારી યાદગાર યાદોમાં પણ સંભાળનાર કોણ..?

એ નાદાન મિત્રોની મિત્રતા ને રખડપટ્ટી,
એ ચાલાક મિત્રોની ચતુરાઈ ને કટ્ટરતા,
સંઘરેલું તો ઘણું છે મારી યાદગાર યાદોમાં પણ સંભાળનાર કોણ..?

માબાપ નાં આશીર્વાદ થી મળેલા સન્માન,
ને ભાઈ બહેનના લાડ થી મળેલો સંસ્કાર,
સંઘરેલું તો ઘણું છે મારી યાદગાર યાદોમાં પણ સંભાળનાર કોણ..?

જુવાની માં પગલાં પડતાં મળેલા નવા મિત્રો,
મૈત્રી સંગ રચેલા સંસ્મરણો ને એમની યાદ,
સંઘરેલું તો ઘણું છે મારી યાદગાર યાદોમાં પણ સંભાળનાર કોણ..?

એ લખેલા પ્રેમ પત્રો માં મહેકતી ગુલાબી સુગંધ,
મળવા બહાને બોલેલા જુઠ્ઠ, રચેલી પ્રેમ લીલા,
સંઘરેલું તો ઘણું છે મારી યાદગાર યાદોમાં પણ સંભાળનાર કોણ..?

#સંઘરવું

-- Prem_222

https://www.matrubharti.com/bites/111520557

Gujarati Blog by Prem_222 : 111523534

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now