મારા હતા એ અહમ હવે વિસરાઈ રહ્યો છે,
આ બેહોશીનો નશો કેવો ઉતરી ગયો છે.!

આંખે પાટો પ્રેમનો અચાનક છૂટી ગયો છે,
મતલબી આ દુનિયામાં પ્રેમ ઘૂંટાઈ રહ્યો છે.!

કડવા ઘૂંટડા પીને જીવન જીવી રહ્યો છે,
કેમ માનવી મતલબી મુખોટો પહેરી રહ્યો છે..?

કરી વિશ્વાસ બંદિશો હજાર મુકતો રહ્યો છે,
આમ નિર્દોષતાનો ઢોંગ નાહક રચતો રહ્યો છે.!

પોતે કરે એ જ સાચું એમ સમજી રહ્યો છે,
બીજા બધાને અણસમજુ કેમ સમજી રહ્યો છે.?
દર્શના
#બેહોશ

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111516118

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now