મારા કેટલાક સપનાઓ છે જેની રાહ જોવાઇ રહી છે !!!

વિકેન્ડ ઉપર આપણું એક હળવા આલિંગન સાથે મળવાનું !
હું ડ્રાઈવ કરતો હોઉં અને મારા એક હાથથી તારા હાથને સ્પર્શવાનું !
નાની અમથી ખુશી વ્યક્ત કરવા તારા કપાળને ચુમવાનું !
ક્યારેક કોઈ મૂંઝવણ હોય ત્યારે તારું મને અને મારું તને ભેટી રડવાનું !
એકબીજાના સુખ દુઃખ સાથે દિલ ખોલી અભિવ્યક્ત થવાનું !
કોઈ ખુશીના પ્રસંગે તને બહોપાસમાં જકડી ખુશીથી ઝૂમવાનું !
કોઈ સુમધુર તાલે એકાંતમાં મદહોશ બનીને નાચવાનું !
તારા ગુસ્સાને, તારા શબ્દોને, મૌન બની સામે બેસી સાંભળવાનું !
બધી ચિંતાઓ ભૂલી, તારા ખોળામાં માથું મૂકી તને જોયા કરવાનું !
ક્યાંક કોઈ એવી જગ્યાએ મારા હાથમાં તારો હાથ પકડી ચાલવાનું !

#કેપ્ટન @શ્યામ

Gujarati Blog by Nirav Patel SHYAM : 111512575
Kamlesh 4 years ago

વાહ!!! ખુબ સરસ ભાઇ... મહાદેવ આપના સ્વપ્નને શિઘ્રાતિશિઘ્ર સાકાર કરે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now