જિંદગી જીવવા રોજ મરવાનું પણ કેટલું,
જીતવા હર એક જંગ લડવાનું પણ કેટલું;

લગીર હસવા કાજ રડવાનું પણ કેટલું,
મહેચ્છાઓ પુરી કરવા ખુદ ખરવાનું પણ કેટલું;

પ્રકાશિત કરવા જગને જાતને જલવાનુ પણ કેટલું,
પાંખ પસારી ઉડવા પડવાનું પણ કેટલું;

ગમતું ગુલાબ ચૂંટવા કષ્ટ સહેવાનું પણ કેટલું,
સાવ ઉજ્જડ રણમાં ઉગવાનું પણ કેટલું;

ખુદને ભૂંસી નાખી અન્યને લખવાનું પણ કેટલું,
મરી મરીને આમ જ જીવવાનું પણ કેટલું;
જિંદગી જીવવા રોજ મરવાનું પણ કેટલું....

Gujarati Shayri by Dilip Prajapati : 111509730

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now