# કોરોના 2020 ના સમયમાં લગ્નના રિસેપ્શનનું આમંત્રણ

લગ્ન ના reception નાં આમંત્રણ સાથે નીચેની સુચનાઓ પણ લખાયેલ હતી.

** દરેક વ્યકિત એ ફરજીયાત માસ્ક પહેરીને આવવું.

*** આપનું સ્વાગત ગુલાબજળને બદલે સેનેટાઇઝરથી થશે.

*** સટાર્ટર તરીકે શરબત કે જુસના બદલે સુંઠ મરી આદુનો કાવો અપાશે.

*** ચાંદલા તરીકે ઘરેથી ..........નામનો ચેક લાવી દાનપેટી જેવા બોક્ષમાં નાખી દેવો. . રોકડ લેવાશે નહી કારણ તે માટે ઘણા એકબીજા પાસે છુટા માગે છે.

*** મેનુમાં બધાજ સ્વાદિષ્ટ મીઠાઇ, પકવાન, ફરસાણ છે. દાબીને જમજો. બહુ તો પેટ બગડશે પણ કોરોના નહીં થાય.

*** ડેઝર્ટ ના કાઉન્ટર પર બીકાસુલ, વિટામીન, સુંઠની ગોળી વિ.. રાખેલ છે જે જરુર પ્રમાણે લેવું

*** કેટરરની શરત છે કે કાઉન્ટર પર જઇ આઇટેમ માંગો ત્યારે માસ્ક હોવો જ જોઇએ. ( નહીતર ગુસ્સામાં તે બીજી આઇટેમ આપી દેશે જે તમારે લેવી જ પડશે. )

*** હોલમાં ટેવ પ્રમાણે દોડી દોડી ને બધા ઓળખીતાઓને મળવાં જવાની કોશીશ કરવી નહીં. દુરથી જોઇ લેવું કે બધા જીવતાં છે.

*** વર કન્યાની નજીક જવાનું નથી. વર કન્યા ખુરશીમાં નહી પણ સ્ટેજ પર આગળથી નીચે બેસશે. આગળ ત્રણ ફુટની રેલીંગ હશે. શુભેચ્છકોએ લાઇનમાં રેલીંગમાં નમસ્તે કરતા કરતા શ્રીનાથજીના મંદિરની જેમ પસાર થવાનું.

*** ફોટા-વીડીયો નથી રાખ્યા. કોઇએ તેમને શોધવા નહીં.

*** જતી વખતે કોઇને સાથે લઇ જવાનું આયોજન કરવું નહીં. તમારું જમવાનું પતે એટલે ચુપચાપ એકલા નીકળી જવું.

*** આ ખુશીનો પ્રસંગ હોય તેની આમન્યા જાળવવી. કોઇએ કોરોના વિષે કાંઇ વાત કરવી નહીં.

શ્રીમાનજી,
અત્યારે તમે waiting list માં છો. જો તમે પહેલા 50 માં આવશો તો પ્રસંગના આગલા દિવસે તમને એક OTP મોકલવામાં આવશે જેથી તમે આવી શકશો.

With Best Compliments from,

Lockdown ( Universal ).

Gujarati Funny by Bhumika Vyas : 111508228
Shefali 4 years ago

😛😛😛😛

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now